WhatsApp Join Now on WhatsApp Creta લવર્સ માટે સારા સમાચાર: બજારમાં આવવાની છે નવાયુગની ઇલેક્ટ્રિક SUV Creta(EV) , ફીચર્સ જાણીને ચોંકી જશો - Ojasinformer

Creta લવર્સ માટે સારા સમાચાર: બજારમાં આવવાની છે નવાયુગની ઇલેક્ટ્રિક SUV Creta(EV) , ફીચર્સ જાણીને ચોંકી જશો

Hyundai એ તેની સૌથી વધુ વેચાતી SUV Creta નું ઇલેક્ટ્રિક વર્ઝન જાહેર કર્યું છે. આ નવી ઇલેક્ટ્રિક SUVનું જાહેર કરવામાં આવશે. આગળ જાણીએ તો, 17 જાન્યુઆરીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં જાહેર કરવામાં આવશે. કંપનીએ ટીઝર વિડિયો દ્વારા આ કારની ડિઝાઇન, પાવરટ્રેન, અને પ્રીમિયમ ફીચર્સ સાથે તેના ઘણાં મહત્વપૂર્ણ વિશેષતાઓ જાહેર કર્યા છે.

Creta (EV) માં બેટરી વિકલ્પો

ગ્રાહકો માટે Creta ઇલેક્ટ્રીક ના બે બેટરી ના વિકલ્પો મળશે.

  1. 42 kWh બેટરી: એકવાર ફુલ ચાર્જ કર્યા પછી 390 કિમીની સુધીની મુસાફરી કરવા માટે સક્ષમ રહેશે.
  2. 51.4 kWh બેટરી: આ વિકલ્પમાં બેટરી ને એક વાર ચાર્જ કર્યા બાદ 473 કિમીની સુધીની મુસાફરી કરવા માટે સક્ષમ રહેશે.

બંને રેન્જ ARAI-પ્રમાણિત છે, જે તેમને વિશ્વસનીય બનાવે છે અને આ મોડલની મુખ્ય વિશેષતા એ છે કે 51.4 kWh બેટરીવાળું વેરિઅન્ટ માત્ર 7.9 સેકન્ડમાં 0-100 km/h ની ઝડપ સુધી પહોંચે એટલું સક્ષમ છે.

SUV Creta(EV)

Creta (EV) માં ચાર્જિંગ વિકલ્પો

ચાર્જિંગ વિકલ્પો વિશે જાણીએ તો, Creta ઇલેક્ટ્રિકમાં ઝડપી અને કાર્યક્ષમ ચાર્જિંગ માટે શ્રેષ્ઠ તકો છે:

  • DC ફાસ્ટ ચાર્જર: DC ફાસ્ટ ચાર્જર માં માત્ર 58 મિનિટમાં જ 10-80% ચાર્જ થઈ જશે.
  • 11 kW વોલ બોક્સ હોમ ચાર્જર: જ્યારે 11 કિલો વોટ માં 10-100% ચાર્જ થવામાં લગભગ 4 કલાક લાગે છે

Creta (EV) માં ઇન્ટિરિયર અને ડિઝાઇન

Creta Electric ની કેબિન તેના ICE વેરિયન્ટ જેવી જ દેખાય છે. ગ્રાહકોને વધારે આકર્ષક લાગે તે માટે, તેમાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ છે. Creta (EV) માં શિફ્ટ-બાય-વાયર સિસ્ટમ અને હ્યુન્ડાઈની ડિજિટલ કી સુવિધા છે, જેના દ્વારા વાહનને લૉક/અનલૉક કરી શકાય છે અને વધારે સહેલાઈ રહે તે માટે સ્માર્ટફોન અથવા સ્માર્ટ વૉચથી શરૂ કરી શકાય છે.

Creta ઈલેક્ટ્રીકની ડિઝાઈન તેના પેટ્રોલ-ડીઝલ મોડલ જેવી જ છે. Creta (EV) માં સિગ્નેચર કનેક્ટેડ LED DRL, વર્ટિકલી સ્ટેક્ડ ડ્યુઅલ-પોડ હેડલાઇટ્સ અને કનેક્ટેડ LED ટેલલાઇટ્સ છે. જો કે, EV વેરિઅન્ટ EV સ્ટાઇલ માટે બંધ ગ્રિલ અને Hyundai લોગોની નીચે ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ ઉમેરે છે. વધુમાં, તેમાં એરો-ઓપ્ટિમાઇઝ્ડ 17-ઇંચ એલોય વ્હીલ્સ અને વધુ સારી એરોડાયનેમિક્સ માટે સક્રિય એર ફ્લૅપ્સ છે.

Creta (EV) માં પ્રીમિયમ સુવિધાઓ

પ્રીમિયમ સુવિધાઓ મા વાત કરીએ તો, તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સમાન કદનું ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જિંગ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને પેનોરેમિક સનરૂફ જેવી પ્રીમિયમ સુવિધાઓ છે. વધુમાં, વાહન-ટુ-લોડ (V2L) ક્ષમતા પણ બાહ્ય ઉપકરણોને પાવર કરવાની સુવિધા આપે છે. Creta (EV) માં ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ હશે – એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સેલન્સ.

Related Post

New Samsung Galaxy S25 Ultra માર્કેટ માં મચાવી રહીયો છે તહેલકો.! આધુનિક Specification સાથે થઇ ગયો છે લોન્ચ…

Samsung સત્તાવાર રીતે Galaxy S25 , Galaxy S25 Ultra અને Galaxy S25 + લોન્ચ કર્યા છે. આ નવી સિરીઝ નવીનતમ એઆઈ ટેકનોલોજી, શક્તિશાળી કસ્ટમ ...

|
OnePlus 13: નવા Snapdragon 8 Elite ચિપ અને 50-Megapixel ટ્રિપલ રિયર કેમેરા સાથે લૉન્ચ, જાણો કિંમત અને વિશેષતાઓ

OnePlus 13: નવા Snapdragon 8 Elite ચિપ અને 50-Megapixel ટ્રિપલ રિયર કેમેરા સાથે લૉન્ચ, જાણો કિંમત અને વિશેષતાઓ

OnePlus 13: OnePlus એ આજે તેના નવા OnePlus 13 સ્માર્ટફોનને ચીનમાં લૉન્ચ કર્યો છે. આ નવીનતમ ફ્લેગશિપ ફોન Qualcomm ના નવા Snapdragon 8 Elite ...

|
Samsung Galaxy S24

Samsung Galaxy S24: સેમસંગ ફોન જેના પર મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Samsung Galaxy S24: મોબાઇલ ટેક્નોલોજીમાં અવનવા ફેરફારો અને નવીનતમ ફીચર્સ સાથે સતત આગળ વધતું સેમસંગ, Galaxy S24 સાથે ફરી એકવાર આગળ આવ્યું છે. આ ...

|
Tecno Spark 30C 5G: હવે માત્ર ₹9,999માં મળશે આ શાનદાર 5G સ્માર્ટફોન

Tecno Spark 30C 5G: હવે માત્ર ₹9,999માં મળશે આ શાનદાર 5G સ્માર્ટફોન

Tecno Spark 30C 5G: ટેકનો સ્પાર્ક 30C 5G હવે તેની શાનદાર સ્પેસિફિકેશન્સ અને શ્રેષ્ઠ કિંમત સાથે બજારમાં ઉપલબ્ધ છે. જો તમે એક ધાંસુ 5G ...

|

Leave a Comment