WhatsApp Join Now on WhatsApp Creta લવર્સ માટે સારા સમાચાર: બજારમાં આવવાની છે નવાયુગની ઇલેક્ટ્રિક SUV Creta(EV) , ફીચર્સ જાણીને ચોંકી જશો - Ojasinformer

Creta લવર્સ માટે સારા સમાચાર: બજારમાં આવવાની છે નવાયુગની ઇલેક્ટ્રિક SUV Creta(EV) , ફીચર્સ જાણીને ચોંકી જશો

Hyundai એ તેની સૌથી વધુ વેચાતી SUV Creta નું ઇલેક્ટ્રિક વર્ઝન જાહેર કર્યું છે. આ નવી ઇલેક્ટ્રિક SUVનું જાહેર કરવામાં આવશે. આગળ જાણીએ તો, 17 જાન્યુઆરીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં જાહેર કરવામાં આવશે. કંપનીએ ટીઝર વિડિયો દ્વારા આ કારની ડિઝાઇન, પાવરટ્રેન, અને પ્રીમિયમ ફીચર્સ સાથે તેના ઘણાં મહત્વપૂર્ણ વિશેષતાઓ જાહેર કર્યા છે.

Creta (EV) માં બેટરી વિકલ્પો

ગ્રાહકો માટે Creta ઇલેક્ટ્રીક ના બે બેટરી ના વિકલ્પો મળશે.

  1. 42 kWh બેટરી: એકવાર ફુલ ચાર્જ કર્યા પછી 390 કિમીની સુધીની મુસાફરી કરવા માટે સક્ષમ રહેશે.
  2. 51.4 kWh બેટરી: આ વિકલ્પમાં બેટરી ને એક વાર ચાર્જ કર્યા બાદ 473 કિમીની સુધીની મુસાફરી કરવા માટે સક્ષમ રહેશે.

બંને રેન્જ ARAI-પ્રમાણિત છે, જે તેમને વિશ્વસનીય બનાવે છે અને આ મોડલની મુખ્ય વિશેષતા એ છે કે 51.4 kWh બેટરીવાળું વેરિઅન્ટ માત્ર 7.9 સેકન્ડમાં 0-100 km/h ની ઝડપ સુધી પહોંચે એટલું સક્ષમ છે.

SUV Creta(EV)

Creta (EV) માં ચાર્જિંગ વિકલ્પો

ચાર્જિંગ વિકલ્પો વિશે જાણીએ તો, Creta ઇલેક્ટ્રિકમાં ઝડપી અને કાર્યક્ષમ ચાર્જિંગ માટે શ્રેષ્ઠ તકો છે:

  • DC ફાસ્ટ ચાર્જર: DC ફાસ્ટ ચાર્જર માં માત્ર 58 મિનિટમાં જ 10-80% ચાર્જ થઈ જશે.
  • 11 kW વોલ બોક્સ હોમ ચાર્જર: જ્યારે 11 કિલો વોટ માં 10-100% ચાર્જ થવામાં લગભગ 4 કલાક લાગે છે

Creta (EV) માં ઇન્ટિરિયર અને ડિઝાઇન

Creta Electric ની કેબિન તેના ICE વેરિયન્ટ જેવી જ દેખાય છે. ગ્રાહકોને વધારે આકર્ષક લાગે તે માટે, તેમાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ છે. Creta (EV) માં શિફ્ટ-બાય-વાયર સિસ્ટમ અને હ્યુન્ડાઈની ડિજિટલ કી સુવિધા છે, જેના દ્વારા વાહનને લૉક/અનલૉક કરી શકાય છે અને વધારે સહેલાઈ રહે તે માટે સ્માર્ટફોન અથવા સ્માર્ટ વૉચથી શરૂ કરી શકાય છે.

Creta ઈલેક્ટ્રીકની ડિઝાઈન તેના પેટ્રોલ-ડીઝલ મોડલ જેવી જ છે. Creta (EV) માં સિગ્નેચર કનેક્ટેડ LED DRL, વર્ટિકલી સ્ટેક્ડ ડ્યુઅલ-પોડ હેડલાઇટ્સ અને કનેક્ટેડ LED ટેલલાઇટ્સ છે. જો કે, EV વેરિઅન્ટ EV સ્ટાઇલ માટે બંધ ગ્રિલ અને Hyundai લોગોની નીચે ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ ઉમેરે છે. વધુમાં, તેમાં એરો-ઓપ્ટિમાઇઝ્ડ 17-ઇંચ એલોય વ્હીલ્સ અને વધુ સારી એરોડાયનેમિક્સ માટે સક્રિય એર ફ્લૅપ્સ છે.

Creta (EV) માં પ્રીમિયમ સુવિધાઓ

પ્રીમિયમ સુવિધાઓ મા વાત કરીએ તો, તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સમાન કદનું ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જિંગ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને પેનોરેમિક સનરૂફ જેવી પ્રીમિયમ સુવિધાઓ છે. વધુમાં, વાહન-ટુ-લોડ (V2L) ક્ષમતા પણ બાહ્ય ઉપકરણોને પાવર કરવાની સુવિધા આપે છે. Creta (EV) માં ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ હશે – એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સેલન્સ.

Related Post

Sukanya Samriddhi Account

Sukanya Samriddhi Yojana: 250, 500 જમા થવા પર 74 લાખ રૂપિયા, અરજી ફોર્મ ભરવું શરૂ કરો

India has many schemes aimed at securing the future of daughters, and one of the most popular and beneficial ones is the Sukanya Samriddhi ...

|

આજનું રાશિફળ : 22 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? 1. મેષ – અ, લ ,ઈ (Aries):આજે તમારી કારકિર્દીમાં સારી તકો મળશે. એકથી વધુ સ્ત્રોતથી આવક ...

|
Apply Online Birth Certificate

How to Apply for Birth Certificate Online: ઘર બેસીને નવું જન્મ પ્રમાણપત્ર, અરજી ફોર્મ ભરવું શરૂ કરો

Applying for a birth certificate online has become very popular nowadays. Many parents are using the online process to get their child’s birth certificate ...

|

આજનું રાશિફળ : 21 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજનો દિવસ તમારા માટે નવી તકો અને સફળતાઓના દ્વાર ખૂલી રહ્યા છે! આજે તમામ રાશિ ગ્રહોના ...

|

Leave a Comment