યુએસ પ્રમુખ Donald Trump ફરી એકવાર ગ્રીનલેન્ડ ખરીદવામાં રસ દર્શાવી રહ્યા છે. જો કે, ગ્રીનલેન્ડ સ્પષ્ટ કરી દીધું છે અને તે વેચાણ માટે નથી, પરંતુ તેમ છતાં આ મુદ્દો વારંવાર ચર્ચાનો વિષય બનતો રહ્યો છે. તો આ માટે Trump શા માટે ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે? અને આ નિર્ણય પાછળના રાજકીય અને આર્થિક હેતુઓ શું છે?
યૂએસ માટે ગ્રીનલેન્ડ શા માટે મહત્વપૂર્ણ છે?
1. ભૌગોલિક અને રક્ષણાત્મક મહત્વ :
- અટલાન્ટિક મહાસાગરમાં, યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે અતિમહત્વપૂર્ણ સ્થાન ધરાવતું ગ્રીનલેન્ડ અમેરિકા માટે રણનીતિક રીતે મહત્વનું છે.
- શીત યુદ્ધ દરમિયાન તેનું મહત્વ વધી ગયું કારણ કે યૂએસએ ત્યાં “થુલે એર બેઝ” (હવે પિટફિક સ્પેસ બેઝ) સ્થાપિત કરી.
- રશિયા, ચીન અને ઉત્તર કોરિયાથી આવતા સંભાવિત ખતરાને નિયંત્રિત કરવા માટે આ વિસ્તાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2. ખનિજ સંપત્તિ :
- ગ્રીનલેન્ડ દુર્લભ ખનિજોનું ખજાનું છે, જેમ કે રેર અર્થ મેટલ્સ, જે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાય છે.
- હાલમાં ચીન રેર અર્થ મેટલ્સનો મુખ્ય સપ્લાયર છે, અને યુએસ આ ઉપર નિર્ભરતા ઘટાડવા ઈચ્છે છે.
3. ગ્લોબલ વોર્મિંગ અને નવી તકો :
- આર્કટિકમાં ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ ઓગળી રહ્યો છે, જે નવી વહાણ માર્ગો અને રહેવાસ માટેના ક્ષેત્રો ખુલવા માટે જવાબદાર છે.
- આર્કટિક પ્રદેશ પર નિયંત્રણ મેળવવા માટે મોટી શક્તિઓ અહીં ઉપસ્થિતિ વધારવા માંગે છે.
Donald Trump અને ગ્રીનલેન્ડ ડીલનો પ્રયાસ:
– 2019માં, Donald Trump ગ્રીનલેન્ડ ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી અને તેને “રિયલ એસ્ટેટ ડીલ” તરીકે ગણાવી હતી.
- ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિક્સનેને આ વિચારને હાસ્યાસ્પદ ગણાવ્યો અને નકારી કાઢ્યો.
- આ પહેલાં 1946 માં યુએસ પ્રમુખ હેરી એસ. ટ્રુમેન 100 મિલિયન ડોલરથી ગ્રીનલેન્ડ ખરીદવા ઇચ્છતા હતા, પરંતુ આ યોજનાને સમર્થન મળ્યું ન હતું.
યુએસએ અગાઉ કયા પ્રદેશો ખરીદ્યા?
- અલાસ્કા – 1867 માં રશિયા પાસેથી 7.2 મિલિયન ડોલરમાં ખરીદ્યું (1.5 મિલિયન ચોરસ કિમી વિસ્તાર)
- લુઇસિયાના પરચેઝ – 1803 માં ફ્રાન્સ પાસેથી 15 મિલિયન ડોલરમાં ખરીદ્યું (2 મિલિયન ચોરસ કિમી)
- યુએસ વર્જિન ટાપુઓ – 1917 માં ડેનમાર્ક પાસેથી ડેનિશ વેસ્ટ ઇન્ડિઝની ખરીદી
નિષ્કર્ષ:
Donald Trump નું ગ્રીનલેન્ડ ખરીદવા માંગવાનું મુખ્ય કારણ રણનીતિક, રક્ષણાત્મક અને આર્થિક ફાયદાઓ છે અને ભવિષ્યમાં આર્કટિકમાં વધતી પડકારોને ધ્યાનમાં રાખીને, યુએસ અહીં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા ઈચ્છે છે. જો કે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ આ વિચારને સ્વીકારવા તૈયાર નથી, તેથી આ વિવાદ હજુ લાંબો ચાલશે!