વીડિયો રેકોર્ડ કરી કહ્યુ- ‘હું જીવન ટૂંકાવું છું કેમ કે મારી પત્ની અને સાસરાવાળા…’Atul Subhash જેવો વધુ એક કેસ! પત્નીની પ્રતાડનાથી તંગ આવી કર્યો આપઘાત

રાત્રે 3 વાગ્યે પત્ની સાથે ફોન પર ઝઘડો, સુસાઇડ પહેલી પુનીત ખુરાનાએ રેકોર્ડ કર્યો હતો 59 મિનિટનો વીડિયો, વાંચો પૂરી કહાની દિલ્હી કેફે માલિક આપઘાત- છેલ્લા ફોનમાં પત્નીએ કહ્યુ હતુ- ભિખારી, તારો ચહેરો પણ નથી જોવા માગતી, હવે કહીશ ધમકાવ્યો એટલે આત્મહત્યા કરી લઇશ…

દિલ્હીના કલ્યાણ વિહાર વિસ્તારમાં 40 વર્ષીય કેફે સંચાલક પુનિત ખુરાનાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ખબર સામે આવી રહી છે. તેણે પત્ની અને સાસરિયાવાળા પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પુનીતની કહાની સામે આવ્યા બાદ લોકોને Atul Subhash કેસની યાદ આવી રહી છે. આ કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે.જ્યારે 31 ડિસેમ્બરે લોકો નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી.

પુનીતનો તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર મનિકા જગદીશ પાહવાથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, બંને એક સાથે કેફે પણ ચલાવતા હતા. આપઘાત પહેલા પુનીતનો તેની પત્ની સાથે ફોન પર ઝઘડો થયો હતો. 16 મિનિટનો ઓડિયો પણ સામે આવ્યો છે. આ પછી પુનીતે 59 મિનિટનો વીડિયો રેકોર્ડ કરી આપઘાત કરી લીધો. દિલ્હી પોલિસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, મંગળવારે સાંજે લગભગ 4.18 પર મોડલ ટાઉનના કલ્યાણ વિહારથી તેમને આપઘાતના સમાચાર મળ્યા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી જોયું તો પુનીત બેડ પર પડેલો હતો અને તેના ગળા પર નિશાન હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. પુનીતને BJRM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે તેનો જીવ બચાવી ન શકાયો. 2016માં પુનીત ખુરાના અને મનિકાના લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોએ પુનીતની પત્ની અને તેના સાસરિયાઓ પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. પુનીતની માતાએ કહ્યું કે એક વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ આ પછી ઝઘડો શરૂ થયો.

તેની પત્ની તેને ખૂબ હેરાન કરતી હતી, જેના કારણે તેણે આવું પગલું ભર્યું. બપોરે 3 વાગ્યા સુધી દરવાજો ન ખોલતાં અમે દરવાજો તોડ્યો હતો. તે અંદર ફાંસી પર લટકેલો હતો. પુનીતના પરિવારના જણાવ્યા અનુસાર, તે તેની પત્ની સાથે બેકરીનો ધંધો કરતો હતો. તે For God’s Cake અને Woodbox Cafe નામના કેફે ચલાવતો હતો. પરિવારજનોનું કહેવું છે કે છૂટાછેડા ઉપરાંત બિઝનેસને લઈને પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Related Post

આજનું રાશિફળ

આજનું રાશિફળ : 24 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 23 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 22 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|

Trump નો 5% Remittance Tax પ્રસ્તાવ: યુ.એસ.માં રહેલા ભારતીયો પર શું અસર પડશે?

The Trump administration is planning to impose a 5% remittances tax on outward. The Trump administration is considering a major policy shift that could ...

|

Leave a Comment