WhatsApp Join Now on WhatsApp લાઈવ રિપોર્ટ: ભારતમાં HMPVના કેસ જમ્મુ-કશ્મીરમાં સંક્રમિત દર્દીઓ માટે ICU વોર્ડ તૈયાર કરવા માં આવ્યા, આજુ બાજુ ના દેશો ઊંચા જોખમમાં;.. - Ojasinformer

લાઈવ રિપોર્ટ: ભારતમાં HMPVના કેસ જમ્મુ-કશ્મીરમાં સંક્રમિત દર્દીઓ માટે ICU વોર્ડ તૈયાર કરવા માં આવ્યા, આજુ બાજુ ના દેશો ઊંચા જોખમમાં;..

હાલમાં HMPV (હ્યુમન મેટાપ્ન્યુમોવાઇરસ) ના 11 કેસ નોંધાયા છે. બાંગ્લોરમાં 2, ગુજરાતમાં 1, ચેન્નઈમાં 2, કોલકાતામાં 3, નાગપુરમાં 2 અને મુંબઈમાં 1 કેસ નોંધાયો છે. તાજેતરમાં મુંબઈના પવઈ વિસ્તારમાં હિરણંદાની હોસ્પિટલમાં 6 મહિનાના બાળકમાં HMPV પોઝિટિવ જોવા મળ્યો છે અને જેનાથી આ રોગના કુલ કેસોની સંખ્યા 11 થઈ છે.

HMPV શું છે?

AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે HMPV કોઈ નવો વાયરસ નથી. “આ વાયરસ ઘણા સમયથી છે અને સામાન્ય રીતે નાની તકલીફો જ ઊભી કરે છે. પરંતુ નાના બાળકો, વૃદ્ધો, અથવા સહ-રોગવાળા લોકોમાં આ વાયરસ ન્યૂમોનિયા પેદા કરી શકે છે, જે શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં દાખલ થવા જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે “આ વાયરસ પોતે જ સાજો થઈ જાય છે. ફક્ત લક્ષણો માટે દવાઓ લો, તાવ માટે દવા લો, પૂરતું પાણી પીવો અને પોષણયુક્ત આહાર લો. ભીડવાળા સ્થળોમાં જવાનું ટાળો.”

સરકાર અને આરોગ્ય મંત્રાલયની જાણકારી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે HMPV પર ચિંતા કરવાની જરૂર નથી. “આ એક જૂનો વાયરસ છે અને અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ,” એમ તેમણે કહ્યું.

ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે જાહેર કર્યું કે સરકાર સંપૂર્ણ સતર્કતાથી કામ કરી રહી છે. પાટણાના જિલ્લા પ્રશાસને લોકોને શાંતિ જાળવવા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે.

HMPVથી બચવા માટે ભારત ની તૈયારી..

રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે તે વસ્તીમાં જાગૃતિ વધારવા માટે પ્રયાસ કરે કે કેવી રીતે વાઈરસના પ્રસારને રોકવા માટે સરળ પગલાં લઈ શકાય અને જેમ કે વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા; ગંદા હાથોથી આંખ, નાક, અથવા મોંને સ્પર્શ કરવાથી બચવું; જે લોકો રોગના લક્ષણો દર્શાવે છે તેમના સંપર્કમાં આવવાથી બચવું; અને ખાંસી અને છીંક દરમિયાન મોં અને નાક ઢાંકવું વગેરે.

HMPVથી બચવા પગલાં:

  1. ભીડવાળા સ્થળોમાં જવાનું ટાળો.
  2. તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
  3. પૂરતું પાણી પીવો અને પોષણયુક્ત આહાર લો.
  4. કોવિડ વેક્સિનના ત્રણ ડોઝ અથવા ફ્લૂ શોટ લેવું રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ છે.

જોકે HMPV માટે કોઈ ખાસ વેક્સિન ઉપલબ્ધ નથી, તબીબોનું કહેવું છે કે નિયમિત સાવચેતી અને આરોગ્યવર્ધક આચરણથી આ રોગચાળાને અટકાવી શકાય છે.

Related Post

New India Co-operative Bank Fraud: ડિપોઝિટ ઈન્સ્યોરન્સ મર્યાદાને વર્તમાન પાંચ લાખથી વધારવા સરકારની વિચારણા…

તાજેતરમાં પ્રકાશમાં આવેલ New India Co-operative Bank કૌભાંડના પરિણામે નાણાં મંત્રાલય અને આરબીઆઈની કામગીરી ફરી સવાલોના ઘેરામાં આવી છે અને આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા ...

|

આજનું રાશિફળ : 19 ફેબ્રુઆરી 2025

Daily Horoscope: આજનું રાશિફળ કહે છે કે કેટલીક રાશિઓને આનંદ અને સફળતાનું મૌકો મળશે, જ્યારે કેટલાકને પરિવારના સહકારથી નવી દિશા મળી શકે છે અને ...

|

આજનું રાશિફળ : 18 ફેબ્રુઆરી 2025

Daily Horoscope: આજનું રાશિફળ એક રોમાંચક મિશ્રણ છે – કેટલીક રાશિઓ માટે શુભ અવસર અને નવા માર્ગ પ્રગટાવવાનો છે, જ્યારે બીજી તરફ, કેટલીક રાશિઓને ...

|

ગુજરાતની કંપની 1 પર 5 આપશે Bonus Share, આવતીકાલે રેકોર્ડ ડેટ; જાણો શુ છે આ Bonus Share અને તેની પુરી માહિતી…

Bonus Share: ગુજરાત ટૂલરૂમ લિમિટેડ, એક પ્રખ્યાત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની, તેના શેરહોલ્ડર્સ માટે એક મોટા સમાચાર સાથે આવી છે અને કંપનીએ 1:5 ના ...

|

Leave a Comment