WhatsApp Join Now on WhatsApp 2 કંપની IRCTC અને IRFC ને સરકારે આપી મોટી ભેટ.., Stocks પર જોવા મળશે મોટી અસર.! જાણો પૂરી માહિતી... - Ojasinformer

2 કંપની IRCTC અને IRFC ને સરકારે આપી મોટી ભેટ.., Stocks પર જોવા મળશે મોટી અસર.! જાણો પૂરી માહિતી…

ભારતીય રેલ્વે સાથે જોડાયેલી બે મહત્વની કંપનીઓ, ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ઈન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) માટે સોમવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે આ બંને કંપનીઓને ‘નવરત્ન’ કંપનીનો દરજ્જો આપ્યો છે અને જે આગામી ભવિષ્યમાં તેમની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

શું છે નવરત્નનો દરજ્જો?

નવરત્ન દરજ્જો એવી જાહેર ક્ષેત્રની કંપનીઓને આપવામાં આવે છે, જે નાણાકીય રીતે મજબૂત હોય અને સરકારના નિયંત્રણ હેઠળ કામ કરતી હોવા છતાં મોટાં રોકાણ અને વ્યાપક કામગીરીમાં વધુ સ્વતંત્રતા ધરાવતી હોય વધુ જાણીએ તો આ દરજ્જો મળવા પછી, કંપનીઓ સરકારની મંજૂરી વિના 1000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે અને તેમની કુલ સંપત્તિના 15% સુધીનો ખર્ચ કરી શકે છે.

IRCTC અને IRFC માટે શા માટે મહત્વપૂર્ણ છે?

  1. IRCTC: IRCTC, જે રેલ્વે ટિકિટ બુકિંગ, કેટરિંગ અને ટુરિઝમ સંબંધિત સેવાઓ પૂરું પાડે છે અને હવે વધુ સ્વતંત્ર રીતે નવી સેવાઓ શરૂ કરી શકે છે. 2023-24 માટે IRCTCનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4,270.18 કરોડ છે અને તેના કર પછીનો નફો (PAT) રૂ. 1,111.26 કરોડ છે.
  2. IRFC: IRFC રેલ્વે માટે નાણાકીય સપોર્ટ પૂરો પાડે છે અને તેનો વ્યાપ વર્ષ દર વર્ષ વધતો જાય છે અને 2023-24 માટે તેનો વાર્ષિક ટર્નઓવર રૂ. 26,644 કરોડ, PAT રૂ. 6,412 કરોડ અને નેટવર્થ રૂ. 49,178 કરોડ છે.

Stock Market પર થશે સકારાત્મક અસર!

આ જાહેરાત પછી IRCTC અને IRFCના Stock Market માં તેજી જોવા મળી છે વધુ જાણીએ તો સોમવારે IRCTCનો શેર 1.02% ના વધારા સાથે રૂ. 677.80 પર બંધ થયો, જ્યારે IRFCનો શેર થોડા ઘટાડા સાથે રૂ. 111.60 પર બંધ થયો.

આગામી દિશા: વિકાસ અને રોકાણની નવી તકો:

  • IRCTC હવે વધુ રેલ્વે ટુરિઝમ સેવાઓ અને અપગ્રેડેડ કેટરિંગ સુવિધાઓ પર ધ્યાન આપશે.
  • IRFC હવે રેલ્વે પ્રોજેક્ટ્સ માટે વધુ નાણાં એકત્ર કરવા માટે નવી વ્યૂહરચનાઓ ઘડશે.

આ ચરણ ભારતીય રેલ્વે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે તેમજ IRCTC અને IRFC માટે આ એક નવી યાત્રાની શરૂઆત છે, જે રેલ્વે સેવાઓમાં નવી ક્રાંતિ લાવશે! 🚆💼

📢 તમારું મંતવ્ય અમને જણાવવા ભૂલશો નહીં! તમારા વિચારો અને પ્રશ્નો નીચે કમેન્ટમાં શેર કરો.

Related Post

Sukanya Samriddhi Account

Sukanya Samriddhi Yojana: 250, 500 જમા થવા પર 74 લાખ રૂપિયા, અરજી ફોર્મ ભરવું શરૂ કરો

India has many schemes aimed at securing the future of daughters, and one of the most popular and beneficial ones is the Sukanya Samriddhi ...

|

આજનું રાશિફળ : 22 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? 1. મેષ – અ, લ ,ઈ (Aries):આજે તમારી કારકિર્દીમાં સારી તકો મળશે. એકથી વધુ સ્ત્રોતથી આવક ...

|
Apply Online Birth Certificate

How to Apply for Birth Certificate Online: ઘર બેસીને નવું જન્મ પ્રમાણપત્ર, અરજી ફોર્મ ભરવું શરૂ કરો

Applying for a birth certificate online has become very popular nowadays. Many parents are using the online process to get their child’s birth certificate ...

|

આજનું રાશિફળ : 21 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજનો દિવસ તમારા માટે નવી તકો અને સફળતાઓના દ્વાર ખૂલી રહ્યા છે! આજે તમામ રાશિ ગ્રહોના ...

|

Leave a Comment