WhatsApp Join Now on WhatsApp નવી Hero Destini 125 જોવા મળ્યું ફાડું લુક , ચડિયાતા ફીચર્સ જાણો બહુ ગજબ છે - Ojasinformer

નવી Hero Destini 125 જોવા મળ્યું ફાડું લુક , ચડિયાતા ફીચર્સ જાણો બહુ ગજબ છે

Hero Destini 125: મિત્રો, Hero MotoCorp એ તાજેતરમાં તેની નવી Destini 125 સ્કૂટરની ટીઝર જાહેર કરી હતી. પરંતુ હવે કંપનીએ આ સ્કૂટરની સંપૂર્ણ તસવીરો જાહેર કરીને તેનો ફુલ લુક જાહેર કર્યો છે. Hero Destini 125ના ડિઝાઇનમાં કંપનીએ ઘણો મોટો ફેરફાર કર્યો છે. આ સાથે આ સ્કૂટર હવે પહેલા કરતા વધુ એડવાન્સ features થી સજ્જ છે. તો દોસ્તો, હવે વાત કરીયે કે કેવી છે Hero ની નવી Destini 125.

મિત્રો, આ સ્કૂટરને લગભગ 6 વર્ષ બાદ કોઈ મોટું અપડેટ મળ્યું છે. નવા Hero Destiniમાં કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે જે તેને અગાઉના મોડલની સરખામણીએ ખૂબ જ શાનદાર બનાવે છે. 3 અલગ-અલગ વેરિઅન્ટમાં આવતા આ સ્કૂટરની ટક્કર મુખ્યત્વે Honda Activa 125, TVS Jupiter 125 અને Suzuki Access 125 સાથે થશે.

Hero Destini 125ને VX, ZX અને ZX Plus ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. બેઝ VX વેરિઅન્ટમાં ફ્રન્ટ ડ્રમ બ્રેક, એક નાનકડું LCD ઇન્સેટ સાથે સિમ્પલ એનાલોગ ડેશ આપવામાં આવ્યું છે. આ વેરિઅન્ટમાં i3s ફ્યુઅલ-સેવિંગ સ્ટાર્ટ/સ્ટોપ ટેકનોલોજી નથી આપવામાં આવી. મિડ-સ્પેક ZX વેરિઅન્ટમાં થોડાં વધુ શ્રેષ્ઠ features આપવામાં આવ્યા છે.

ZX વેરિઅન્ટમાં બ્લૂટૂથ-કનેક્ટિવિટી સાથે ડિજિટલ ડેશ, બૅકલિટ સ્ટાર્ટર બટન, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, પિલિયન બૅકરેસ્ટ, અને ઓટો-કેન્સલિંગ ઇન્ડિકેટર્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. દોસ્તો, કંપનીનો દાવો છે કે આ સેગમેન્ટમાં આ feature પ્રથમ વખત આપવામાં આવી રહ્યું છે. ટોપ-સ્પેક ZX+ વેરિઅન્ટમાં ક્રોમ અને બ્રોન્ઝ એક્સેન્ટ સાથે ભવ્ય એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. H-શેપની LED DRL અને એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ સાથે મોટું અપડેટ જોવા મળે છે.

Hero Destini 125માં 124.6ccની ક્ષમતા ધરાવતો એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 9Bhp પાવર અને 10.4Nm ટોર્ક જનરેટ કરે છે. Hero MotoCorp દાવો કરે છે કે આ સ્કૂટર એક લીટર પેટ્રોલમાં લગભગ 59 કિલોમીટર સુધીનો માઈલેજ આપી શકે છે, અને આ માઈલેજ ICAT દ્વારા પ્રમાણિત છે.

Hero Destini 125ના તમામ વેરિઅન્ટમાં Combi Braking System (CBS) સ્ટાન્ડર્ડરૂપે આપવામાં આવ્યું છે, જે ખૂબ જ મહત્વનું સેફ્ટી feature છે. દોસ્તો, ઉપરાંત આમાં એન્જિન કટ-ઓફ, સીટની નીચે લાઇટ સાથે સ્ટોરેજ, USB ચાર્જિંગ પોર્ટ, 19 લીટરની અન્ડર સીટ સ્ટોરેજ અને ફ્રન્ટ એપ્રનમાં 2 લીટરની સ્ટોરેજ જગ્યા છે. ફ્રન્ટ એપ્રન પર 3 કિલોગ્રામ સુધીનો વજન ઉપાડવા માટે હૂક પણ આપવામાં આવ્યો છે.

લુક અને ડિઝાઇન સિવાય, આ સ્કૂટરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં બંને બાજુ 12 ઇંચના વ્હીલ આપવામાં આવ્યા છે. નવા વ્હીલ્સને કારણે Destini 125નું વ્હીલબેઝ 57mm વધ્યું છે. ZX અને ZX+ વેરિઅન્ટમાં 190mm ફ્રન્ટ ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે Destini 125માં પહેલીવાર આપવામાં આવ્યો છે, જ્યારે VX વેરિઅન્ટમાં 130mmના ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે.

હાલમાં Hero MotoCorpએ આ સ્કૂટરનું ફક્ત ખુલાસો કર્યો છે, અને તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આનો અગાઉનો મોડલ બે વેરિઅન્ટમાં આવતો હતો, જેના કિંમત 80,048 રૂપિયા હતી. હવે જોવું એ છે કે Hero નવી Destini 125ને કઈ કિંમતે લોન્ચ કરે છે.

Related Post

Maruti Brezza: દિવાળી ઓફરમાં 2 લાખ સુધીની બચત સાથે Maruti Brezza 2024!

Maruti Brezza: દિવાળી ઓફરમાં 2 લાખ સુધીની બચત સાથે Maruti Brezza 2024!

Maruti Brezza: આ દિવાળી Maruti Brezza 2024 સાથે તમારા ડ્રીમ કારને સાકાર કરવાની તક મળી રહી છે, જેમાં તમને મળે છે 2 લાખ સુધીના ...

|
Maruti ignis: મારુતિની આ ઝળહળતી લુક ધરાવતી કાર ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે

Maruti ignis: મારુતિની આ ઝળહળતી લુક ધરાવતી કાર ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે

Maruti ignis: મારુતિ સુઝુકી ભારતની સૌથી વધુ લોકપ્રિય કાર કંપનીઓમાંની એક છે, અને તેની Ignis કાર ગ્રાહકોની ખાસ પસંદ રહી છે. આ મજબૂત અને ...

|
Hero Passion Plus: ફક્ત 25 હજાર રૂપિયા માં ઘરે લાવો આ નવી બાઈક, જાણો કેવી રીતે

Hero Passion Plus: ફક્ત 25 હજાર રૂપિયા માં ઘરે લાવો આ નવી બાઈક, જાણો કેવી રીતે

જો તમે આ તહેવારોમાં નવી બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Hero Passion Plus તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. હીરો કંપનીના વાહનો તેમની ...

|
34 કિમી લિમિટેડ માઇલેજ સાથે બલેનોને પાછળ રાખી લોન્ચ થઈ નવી Maruti Fronx, Swift કરતા ઓછી કિંમતે

34 કિમી લિમિટેડ માઇલેજ સાથે બલેનોને પાછળ રાખી લોન્ચ થઈ નવી Maruti Fronx, Swift કરતા ઓછી કિંમતે

Maruti Fronx: ભારતીય બજારની સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય કાર ઉત્પાદકોમાં મારુતિ સુઝુકી નામ સન્માન અને વિશ્વાસના શિખરે છે. મારુતિની ગાડીઓ એવી છે જેની પર ...

|

Leave a Comment