2025ની સવાર પડતા જ દેશમાં લાગુ થયા આ ટોર્ચના 5 નિયમો! તેની સીધી જ અસર તમારા ખિસ્સા પર પડશે

1લી જાન્યુઆરી 2025 થી ઘણા નવા નિયમો અને ફેરફારો ભારતમાં અમલમાં આવી રહ્યા છે, જે તમારા દૈનિક જીવનને અસર પહોંચાડશે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરથી લઈને બેંક એકાઉન્ટ, UPI પેમેન્ટ, અને EPFOના નિયમો સુધીના મુદ્દાઓનો સમાવેશ થયો છે. કેટલાક ફેરફારો તમારા ખિસ્સે પર વજન વધારશે, જ્યારે કેટલાક રાહત પણ આપી શકે છે. ચાલો જાણીએ આ મોટા ફેરફારો વિષે:

1. LPG ના ભાવમાં ફેરફાર

દર મહિના ની પ્રથમ તારીખે જેમ થાય છે, તેમ 1 જાન્યુઆરી 2025 ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવોમાં ફેરફાર કર્યો છે. જેમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં સંશોધન અને સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ હવે 14 કિલોના રેસિડીશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થાય એવી આશા છે. આનો સીધી અસર રસોડામાં હોય છે અને તેની અસર તમારા દૈનિક જીવનના બજેટ પર પડી શકે છે.

2. ATF (એવિએશન ફ્યુઅલ)ના ભાવમાં વધારો

LPGની સાથે 1 જાન્યુઆરી 2025 થી એવિએશન ફ્યુઅલ (ATF)ના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફારનો સીધો અસર હવાઈ મુસાફરી કરતા લોકો પર પડશે, કારણ કે આના કારણે ફ્લાઇટ ટિકિટની કિંમતમાં વધારો થઈ શકે છે.

3. EPFO માટે નવા નિયમો

EPFO (એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) 1 જાન્યુઆરી 2025 થી પેન્શનધારકો માટે નવા નિયમો લાવશે. હવે પેન્શનધારકોને તેમના પેન્શનની રકમ ભારતીય કોઈપણ બેંકમાંથી વિથડ્રો કરવાનો મોકો મળશે. આ માટે તેમને વધારાના વેરિફિકેશનની જરૂર પડતી નથી. આ પેન્શનધારકો માટે એક મોટી રાહત છે.

4. UPI 123Pay ના નિયમો

UPI 123Pay, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, તે ફીચર ફોન ધરાવતા યુઝર્સ માટે ઓનલાઈન પેમેન્ટ મીડીયમ છે. 1 જાન્યુઆરી 2025થી આ સેવાના ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે યુઝર્સ 10,000 રૂપિયાનું પેમેન્ટ કરી શકશે, જ્યારે અગાઉ આ લિમિટ 5,000 રૂપિયા હતી. આનાથી નાના વેપારીઓ અને રોજગારીક ઉપભોક્તાઓ(ગ્રાહકો) માટે અનુકૂળતા વધશે.

5. શેરબજારના નિયમોમાં ફેરફાર

જાન્યુઆરી 2025થી ભારતીય શેરબજારના નિયમોમાં ફેરફારો પણ થયા છે. હવે સેન્સેક્સ, સેન્સેક્સ-50 અને બેન્કેક્સના માસિક એક્સપાયરી દિવસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વેલ્યુએબલ ઈન્ડેક્સની એક્સપાયરી હવે મંગળવારે થશે, જે પહેલાં શુક્રવારે થતી હતી. સાથે ને સાથે, NSE ઇન્ડેક્સના નિફ્ટી 50 માસિક કોન્ટ્રાક્ટ માટે હવે ગુરુવાર નક્કી કરવામાં આવ્યો છે.

Related Post

આજનું રાશિફળ

આજનું રાશિફળ : 24 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 23 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 22 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|

Trump નો 5% Remittance Tax પ્રસ્તાવ: યુ.એસ.માં રહેલા ભારતીયો પર શું અસર પડશે?

The Trump administration is planning to impose a 5% remittances tax on outward. The Trump administration is considering a major policy shift that could ...

|

Leave a Comment