WhatsApp Join Now on WhatsApp કાશ પટેલ ની પસંદગી થી ઉભો થયેલ અમેરિકાની FBI માં વિવાદ - Ojasinformer

કાશ પટેલ ની પસંદગી થી ઉભો થયેલ અમેરિકાની FBI માં વિવાદ

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025માં સત્તા સંભાળવાના છે પરંતુ તેઓ અત્યારથી ઘણા મહત્વના પદો પર ખાસ માણસોની નિમણૂક કરી રહ્યા છે. તેમાં અમેરિકાના સૌથી મહત્વના પદોમાં સામેલ એવા FBIનું નેતૃત્વ કરવા માટે તેમણે કાશ પટેલની પસંદગી કરી હોય એવું સામે આવ્યું છે. જોકે, તેને લઈને અત્યારથી જ વિવાદ ઊભો થયો છે કેમ કે નિષ્ણાતોનું કહેવું છે કે તેમની પાસે આ કામનો કોઈ જ પ્રકારનો અનુભવ રહેલો નથી.

  • ડોનાલ્ડ ટ્રમ્પે FBIનું નેતૃત્વ સંભાળવા માટે કશ્યપ ઉર્ફે કાશ પટેલની પસંદગી કરી છે.
  • જોકે, ટ્રમ્પ ચૂંટણી જીત્યા તે પહેલાથી જ કાશ પટેલનું નામ આ જવાબદારી માટે ચર્ચાઈ રહ્યું હતું.
  • કાશ પટેલ પાસે ક્ષમતાનો અભાવ છે, પરંતુ સમસ્યા તેનાથી પણ ઘણી આગળ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના રોજ સત્તા સંભાળવાના છે પરંતુ તે પહેલા જ તેમણે એવા કેટલાક કડક નિર્ણયો લીધા છે કે તેનાથી લોકોને ભારે આશ્ચર્ય થયું છે. તેમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પે FBIનું નેતૃત્વ સંભાળવા માટે કાશ પટેલની પસંદગી કરી છે. જોકે, ટ્રમ્પ ચૂંટણી જીત્યા તે પહેલાથી જ કાશ પટેલનું નામ આ જવાબદારી માટે ચર્ચાઈ રહ્યું હતું તેથી તેમની પસંદગી કોઈ આશ્ચર્યની વાત નથી. કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ છે. ટ્રમ્પે જેટલા પણ નોમિની જાહેર કર્યા છે તેમની પાસે મોટે ભાગે જે-તે બાબતનો પૂરતો અનુભવ છે પરંતુ કાશ પટેલની પસંદગી કાયદાના શાસનને પોતાના નિયમોને આધિન કરવાની ટ્રમ્પની યોજના જણાવે છે.

FBIના ભૂતપૂર્વ એજન્ટ અને MSNBCમાં કોલમિસ્ટ એવા ફ્રેન્ક ફિગલિઉઝીએ પોતાની કોલમમાં લખ્યું છે કે કાશ પટેલ અમેરિકામાં અને કદાચ વિશ્વમાં લૉ એન્ફોર્સમેન્ટ અને ઈન્ટેલિજન્સ એજન્સીનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. એટલું જ નહીં લગભગ 200 દેશોને આવરી લેતી 55 યુએસ ફિલ્ડ ઓફિસ, 350 સેટેલાઈટ ઓફિસ અને વિદેશમાં 63 સ્થાનો પર બ્યુરોના 37,000 કર્મચારીઓનું નેતૃત્વ કરવા માટે જે પ્રોફેશનલ અનુભવની જરૂર હોય છે તે પણ કાશ પટેલ પાસે નથી. જોકે, આ પણ ચિંતાનો વિષય નથી. ટ્રમ્પે હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી અને ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ એન્ડ ડિફેન્સ સેક્રેટરી તરીકે જેમની પણ નિમણૂક કરી છે તેમની પાસે પણ તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે માટે અનુભવનો નોંધપાત્ર અભાવ જોવા મળી રહ્યો છે તેઓ નિષ્ણાતોનું કહેવું છે.

કાશ પટેલ પાસે ક્ષમતાનો અભાવ છે, પરંતુ સમસ્યા તેનાથી પણ ઘણી આગળ છે. કાશ પટેલનો રેકોર્ડ રહ્યો છે કે બંધારણમાં તેમને કોઈ નિષ્ઠા નથી પરંતુ તેઓ ટ્રમ્પ પ્રત્યે આંધણી નિષ્ઠા ધરાવે છે. 2020માં ટ્રમ્પ ચૂંટણી હારી ગયા બાદ કેપિટોલ હિલમાં જે હિંસા થઈ હતી તેમાં કાશ પટેલે કાવતરાની થિયરી ઉપજાવી કાઢી હતી અને જુઠ્ઠાણા ફેલાવ્યા હતા. હકીકતમાં કાર્ટના તારણો અને જ્યુરી સિસ્ટમ એવી બાબતો છે જે FBI ડિરેક્ટર માટે મહત્વની હોવી જોઈએ પરંતુ કાશ પટેલને તેની કોઈ પરવાહ નથી.

આગળ જાણીએ તો, જો કાશ પટેલ FBI ડિરેક્ટર બનશે તો તેમણે બંધારણની જાળવણી અને રક્ષણ કરવાના શપથ લેવા પડશે પરંતુ તેમણે જાહેરમાં જે નિવેદનો આપ્યા છે એ વાતની ચિંતા છે કે તેઓ પોતાની શપથ પાળશે કે નહીં. ગત વર્ષે ટ્રમ્પના એડવાઈઝર સ્ટીવ બેનોન સાથેના એક ઈન્ટરવ્યુમાં કાશ પટેલે 2020ની ચૂંટણીને પ્રભાવિત કરનારા અને ટ્રમ્પની ખોટી રીતે તપાસ કરનારા જજીસ, વકીલો અને પત્રકારોને પાઠ ભણાવવાની વાતો કરી હતી. તેમની આવી વાતો પરથી તેઓ કાયદાનું સખ્તાઈથી પાલન કરવાનો ઈરાદો ધરાવે છે તેવો વિશ્વાસ થઈ રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમની બીજી ટર્મમાં કોની શું જવાબદારી હશે તે અંગે ઘણી જાહેરાત કરી છે. કાશ પટેલના વખાણ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રિલિયન્ટ લૉયર, ઈન્વેસ્ટિગેટર, અમેરિકા ફર્સ્ટના ફાઈટર તેમજ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં અને કાયદાનું જતન કરવા તેમજ અમેરિકનોની રક્ષા કરનારા કાશ પટેલ FBIમાં મહત્વની કામગીરી સંભાળશે. ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ ગુજરાતી ઈમિગ્રન્ટ્સનું સંતાન છે, તેમનો પરિવાર ઈસ્ટ આફ્રિકાથી અમેરિકા આવ્યો હતો. વ્યવસાયે વકીલ એવા કાશ પટેલે પોતાની કરિયરની શરૂઆત ફ્લોરિડામાં પબ્લિક ડિફેન્ડર તરીકે કરી હતી.

જોકે, FBIમાં થનારી તેમની સંભવિત નિમણૂંક સામે કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે, અમેરિકન મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહ્યું છે કે કાશ પટેલનું એકમાત્ર ક્વોલિફિકેશન ટ્રમ્પ પ્રત્યેની તેમની વફાદારી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અમેરિકન અખબારોએ ભૂતકાળની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરીને કાશ પટેલની ક્વોલિફિકેશન પર પણ સવાલ ઉઠાવ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તો ત્યાં સુધી લખ્યું છે કે અમેરિકન્સને ટેરરીઝમ, સ્ટ્રીટ ક્રાઈમ, કાર્ટેલ્સ અને પોલિટિકલ કરપ્શન ઉપરાંત ચીન તરફથી ઉભા થઈ રહેલા ખતરાથી બચાવનારી FBIને કાશ પટેલ કઈ રીતે લીડ કરી શકશે?

અંતમાં જણાવીએ તો, ટ્રમ્પની પહેલી ટર્મમાં પણ કાશ પટેલની ભૂમિકા ઘણી વિવાદાસ્પદ રહી હતી, ટ્રમ્પે તેમને FBI અથવા CIAમાં ટોપ પર ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડઝ સહિતના ટોચના અધિકારીઓએ તેની સામે સખ્ત વાંધો લેતા ટ્રમ્પ આ કામ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે આ વખતે આમ થાય તેની શક્યતા ઓછી છે અને કાશ પટેલ FBIના ડિરેક્ટર બને તેવી શક્યતા વધુ છે.

Related Post

આજનું રાશિફળ : 12 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજ્ નો દિવસ તમારા જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલશે. દરેક રાશિના જાતકો માટે આ ...

|

આજનું રાશિફળ : 11 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજનો દિવસ તમારા માટે નવી તકો અને સફળતાઓના દ્વાર ખૂલી રહ્યા છે! આજે તમામ રાશિ ગ્રહોના ...

|

આગામી વર્ષે Japanને પછાડીને Indian-અર્થતંત્ર વિશ્વમાં ચોથો-ક્રમ હાંસલ કરે તેવી …

Indian અર્થતંત્ર એક નવા મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરફ આગળ વધી રહ્યું છે વધુ જાણીએ તો નાણાકીય વર્ષ 2024-25માં યુએસ ડોલર સામે Indian રૂપિયો લગભગ 4% ...

|

આજનું રાશિફળ : 10 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજ્ નો દિવસ તમારા જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલશે. દરેક રાશિના જાતકો માટે આ ...

|

Leave a Comment