WhatsApp Join Now on WhatsApp Donald Trump: U.S. ના રાષ્ટ્રપતિ Donald Trump એ વહીવટીતંત્રે માં કર્યો મોટો ફેરફાર..! કર્મચારીઓ નોકરીઓ ની ખતરામાં... - Ojasinformer

Donald Trump: U.S. ના રાષ્ટ્રપતિ Donald Trump એ વહીવટીતંત્રે માં કર્યો મોટો ફેરફાર..! કર્મચારીઓ નોકરીઓ ની ખતરામાં…

U.S. રાષ્ટ્રપતિ Donald Trump ના વહીવટીતંત્રે એક મોટો અને વિવાદિત નિર્ણય લીધો છે અને U.S. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે, જ્યારે હજારોને રજા પર મોકલવામાં આવ્યા છે અને આ નિર્ણય રાષ્ટ્રપતિ Trump અને તેમના નવનિયુક્ત સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા, એલોન મસ્ક દ્વારા ખર્ચમાં કાપ મૂકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.

Donald Trump-મસ્કની નીતિ અને સરકારી ખર્ચમાં કાપ:

કેટલાક અહેવાલો મુજબ, એલોન મસ્કે U.S. ના લાખો ફેડરલ કર્મચારીઓને ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેમણે 48 કલાકની અંદર જણાવવાનું કહ્યું હતું કે ગયા અઠવાડિયામાં નકામા ખર્ચ ઘટાડવા માટે તેઓએ શું કર્યું?

એલોન મસ્કે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે અને સરકારને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આકસ્મિક પગલાં ઉઠાવ્યા છે. USAID અને અન્ય સંસ્થાઓમાં ખર્ચ અને પરિણામો પર પુનર્વિચાર કરવાની નીતિ તેમણે રાષ્ટ્રપતિ Trump સાથે સહમતિ મેળવીને આગળ ધપાવી છે.

USAIDના કર્મચારીઓને મોકલાયેલ નોટિફિકેશનમાં શું?

USAIDના કર્મચારીઓને મોકલવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશનમાં જણાવાયું છે કે 23 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યાથી, USAIDના મોટાભાગના કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં આવશે અને વધુ જાણીએ તો મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમોમાં સામેલ કર્મચારીઓ આ નિયમથી મુક્ત રહેશે.

USAIDના સદસ્ય અને સહાય યોજના પર અસર:

Donald Trump વહીવટીતંત્રએ પહેલાથી જ USAIDના વોશિંગ્ટન મુખ્યાલયને બંધ કરી દીધું છે અને વૈશ્વિક સ્તરે U.S. સહાય અને વિકાસ કાર્યક્રમોને રોકી દીધા છે Trump અને મસ્કનો દાવો છે કે વિદેશી સહાય પ્રોગ્રામ બિનજરૂરી ખર્ચ છે અને તે ઉદારવાદી એજન્ડાને પ્રોત્સાહન આપે છે.

USAIDના કર્મચારીઓ, ખાસ કરીને જે વિદેશમાં તૈનાત છે, તેમણે સુરક્ષા અને સંદેશાવ્યવહાર સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેમ છતાં, ફેડરલ ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે જણાવ્યું કે વિદેશી કર્મચારીઓ માટે કટોકટી સંચાર સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં ટુ-વે રેડિયો અને પેનિક બટન મોબાઈલ એપ્લિકેશનનો સમાવેશ થાય છે.

USAIDના કોન્ટ્રાક્ટરો માટે પણ ઝટકો:

માત્ર સ્થાયી કર્મચારીઓ જ નહીં, પણ USAID સાથે જોડાયેલા સેંકડો કોન્ટ્રાક્ટરોને પણ આકસ્મિક રીતે છૂટા કરવામાં આવ્યા છે અને અહેવાલો અનુસાર, ઘણા કોન્ટ્રાક્ટરોને અચાનક અને નામ વગરના ટર્મિનેશન લેટર મોકલાયા છે, જેનાથી તેઓ બેરોજગારી લાભ મેળવવામાં મુશ્કેલી અનુભવી શકે છે.

USAIDના આકસ્મિક ફેરફારથી સંસ્થાની ભવિષ્યની સ્થિતિ અનિશ્ચિત બની છે અને આ પગલાંના આર્થિક અને રાજકીય પરિણામો શું થશે, તે જોવા જેવું રહેશે.

Related Post

આજનું રાશિફળ : 12 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજ્ નો દિવસ તમારા જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલશે. દરેક રાશિના જાતકો માટે આ ...

|

આજનું રાશિફળ : 11 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજનો દિવસ તમારા માટે નવી તકો અને સફળતાઓના દ્વાર ખૂલી રહ્યા છે! આજે તમામ રાશિ ગ્રહોના ...

|

આગામી વર્ષે Japanને પછાડીને Indian-અર્થતંત્ર વિશ્વમાં ચોથો-ક્રમ હાંસલ કરે તેવી …

Indian અર્થતંત્ર એક નવા મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરફ આગળ વધી રહ્યું છે વધુ જાણીએ તો નાણાકીય વર્ષ 2024-25માં યુએસ ડોલર સામે Indian રૂપિયો લગભગ 4% ...

|

આજનું રાશિફળ : 10 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજ્ નો દિવસ તમારા જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલશે. દરેક રાશિના જાતકો માટે આ ...

|

Leave a Comment