ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)નો પ્રકોપ ઝડપથી વધતો જઈ રહ્યો છે. આ વાયરસના કારણે ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તેના તેજ પ્રસાર અને ગંભીર પરિણામોને કારણે ચિંતા વધી રહી છે. ચીનની આ પરિસ્થિતિને જોતા ભારત સરકારે પણ સતર્કતા દેખાવી છે અને એડવાઈઝરી જાહેર કરી છે.
HMPV વાયરસ શું છે?
HMPV, એટલે કે માનવ મેટાપ્યુમોવાયરસ, શ્વસન સંબંધી રોગ છે, જેની અસર બાળકો, વૃદ્ધો અને પ્રતિરક્ષા પદ્ધતિ નબળી હોય એવા લોકો પર વધુ પડે છે. તેના લક્ષણો ઘણી હદે સામાન્ય ઇન્ફલ્યુએન્ઝા અને ન્યુમોનિયાની જેમ હોય છે, જેમાં ગળામાં દુખાવો, વહેતું નાક, ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે. ચીનમાં તેની અસર એટલી વધી ગઈ છે કે હોસ્પિટલો દર્દીઓથી ખચાખચ ભરાઈ રહી છે.
ચીનમાં સ્થિતિ ગંભીર HMPV ને કારણે
ચીનના અનેક વિસ્તારોમાં આ HMPV વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે લોકો ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી ચૂક્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વાયરસ ઝડપથી પ્રસરતો જોવા મળી રહ્યો છે. ચીનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને શારિરિક સ્વચ્છતાના નિયમો પર ફરીથી ભાર મુકવામાં આવી રહ્યો છે.
ભારત ની તૈયારી.. HMPV થી બચવા!
ભારત સરકારે ચીનમાં વધતા આ પ્રકોપને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લીધાં છે.
- શ્વસન રોગોની દેખરેખ: શ્વસન તકલીફો અને ઇન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓ પર વિશેષ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે.
- સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરી: ભારતના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને ભારતીય મેડિકલ રિસર્ચ પરિષદ (ICMR) HMPVના વલણ પર પૂર્તિ નજર રાખી રહ્યાં છે.
- WHO સાથે સંપર્ક: ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે સતત સંપર્કમાં રહેવાની અને લેટેસ્ટ માહિતી મેળવવાની સુનિશ્ચિતતા કરી છે.
HMPV થી બચવા માટે ધ્યાન માં રાખવા જેવી બાબતો..
HMPVથી બચવા માટે અમુક સરળ સુરક્ષાના પગલાંઓ અનુસરી શકીએ.
- માસ્ક પહેરવું: ભીડભરેલી જગ્યાએ જતા પહેલા માસ્કનો ઉપયોગ કરવો.
- સ્વચ્છતા: હાથોની સ્વચ્છતા જાળવી રાખવી અને સમયાંતરે હાથ ધોવા.
- સોશિયલ ડિસ્ટન્સિંગ: 2 ગજનું અંતર જાળવી રાખવું અને શરદી-ખાંસી ધરાવતા લોકોથી દૂર રહેવું.
- સામાન્ય વાસણોનો ઉપયોગ ટાળવો: શરદી અને તાવ ધરાવતા લોકોના વાસણો કે ખોરાકનો ઉપયોગ ન કરવો