કેનેડાના એડમોન્ટનમાં એક 20 વર્ષિય પંજાબી વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ખબર છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ હર્ષદીપ સિંહ તરીકે થઈ છે. કેનેડા પોલીસે 2 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી હતી, જેમાં હુમલાખોર પીડિતને સીડી પરથી નીચે ફેંકતો જોવા મળ્યો હતો.
ત્યારબાદ, તેણે તેને પીઠમાં ગોળી મારી દીધી. 6 ડિસેમ્બરે, લગભગ 12:30 વાગ્યે પેટ્રોલિંગ કરી રહેલા અધિકારીઓને 106 સ્ટ્રીટ અને 107 એવન્યુ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર ગોળી ચલાવવામાં આવી હોવાનો અહેવાલ મળ્યો.
પોલીસે ઘાયલ હર્ષદીપ સિંહને પ્રાથમિક સારવાર આપી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને ત્યાં મૃત જાહેર કરાયો હતો. કેનેડિયન પોલીસે જણાવ્યું કે 2 આરોપી ઈવાન રેન અને જુડિથ સાલ્ટોની ધરપકડ કરવામાં આવી છે, આ બંને પર હત્યાનો આરોપ છે. હર્ષદીપ સિંહ કેનેડામાં પોતાનો ખર્ચ ચલાવવા માટે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યુ છે.
ત્યાર પછી, ઘટનાના સીસીટીવી ફૂટેજમાં ત્રણ માણસો 20 વર્ષીય વિદ્યાર્થીને હેરાન કરતા અને તેને સીડી પરથી નીચે ફેંકી દેતા જોવા મળે છે, જેમાંથી એકે તેને પાછળથી ગોળી મારી હતી. હર્ષદીપને ગોળી માર્યા બાદ ત્રણેય શકમંદો તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટના નો વિડીયો,