મિત્રો, SSC GD Constable 2025 માટેની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 39481 જગ્યાઓ પર ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, અને તમારે આ અવસર ગુમાવવું નહીં. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં છો, તો આ તમને ઉપયોગી માહિતી છે.
SSC દ્વારા SSC GD Constable પરીક્ષા 2025 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 5 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ કરી દીધી હતી. જે ઉમેદવારો Central Armed Police Forces (CAPF), SSF માં કોન્સ્ટેબલ (GD), અસમ રાઈફલ્સ માં રાઈફલમેન (GD) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં સિપાહી માટે અરજી કરવા માંગે છે, તેઓ SSC ની અધિકૃત વેબસાઈટ ssc.gov.in પર જઈને ડાયરેક્ટ લિંકનો ઉપયોગ કરીને અરજી કરી શકે છે.
SSC GD કોન્સ્ટેબલ 2024 હાઈલાઈટ
પોસ્ટ નું નામ | SSC GD Constable 2025 |
ટોટલ જગ્યાઓ | 39481 |
લાયકાત | 10 પાસ |
છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર, 2024 |
ઓફીસીઅલ વેબસાઈડ | ssc.gov.in |
પરીક્ષા ક્યારે હશે?
દોસ્તો, ઓનલાઇન ફી ચુકવણીની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2024 છે. સુધારા વિન્ડો 5 નવેમ્બરથી શરૂ થશે અને 7 નવેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થશે. કમ્પ્યૂટર આધારિત પરીક્ષા સંભવતઃ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં યોજાશે.
SSC GD Constable વેકેન્સી ડિટેલ્સ:
- BSF: 15654 જગ્યા
- CISF: 7145 જગ્યા
- CRPF: 11541 જગ્યા
- SSB: 819 જગ્યા
- ITBP: 3017 જગ્યા
- AR: 1248 જગ્યા
- SSF: 35 જગ્યા
- NCB: 22 જગ્યા
SSC GD Constable માપદંડ
- qualification: 01-01-2025 અથવા તે પહેલા, કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટીમાંથી મેટ્રિક્યુલેશન અથવા 10મી કક્ષાની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
- ઉમર મર્યાદા: 01-01-2025 સુધી 18-23 વર્ષ હોવી જોઈએ (અથવા, ઉમેદવારનો જન્મ 02-01-2002થી પહેલા અને 01-01-2007 પછી નહીં થયો હોવો જોઈએ).
SSC GD Constable ચયન પ્રક્રિયા:
મિત્રો, જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેવું જાણવું જોઈએ કે પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષાનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં 80 પ્રશ્નોના ઓબ્જેક્ટિવ ટાઇપના પ્રશ્નપત્ર હશે, દરેક પ્રશ્ન માટે 2 ગુણ હશે અને પરીક્ષાની મુદત 60 મિનિટ હશે.
કમ્પ્યૂટર આધારિત પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને 13 પ્રાદેશિક ભાષાઓમાં યોજાશે, જેમ કે (i) આસામિયા, (ii) બંગાળી, (iii) ગુજરાતી, (iv) કન્નડ, (v) કોંકણી, (vi) મલયાલમ, (vii) મણિપુરી, (viii) મરાઠી, (ix) ઓડિયા, (x) પંજાબી, (xi) તમિલ, (xii) તેલુગુ, (xiii) ઉર્દુ.
SSC GD ભરતી અરજી ફી:
- આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારોને ₹100/- ફી આપવી પડશે.
- મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પૂર્વ સૈનિક (ESM) ઉમેદવારો માટે ફી માફ છે.
- ફી BHIM UPI, Net Banking અથવા Visa, MasterCard, Maestro, RuPay Debit Card નો ઉપયોગ કરીને ઓનલાઈન ચુકવવામાં આવશે.
- વધુ વિગતો માટે, SSC ની અધિકૃત વેબસાઈટ તપાસવી જોઈએ.
Hi
Constable 2025 10 pass bharti mate apply